ETV Bharat / state
108 Emergency Ambulance: આણંદ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સની વિશિષ્ટ કામગીરી, ગત વર્ષ દરમિયાન 4257 વ્યક્તિના જીવ બચાવ્યા
આણંદ જિલ્લામાં 17 થી વધુ 108 એમ્બ્યુલન્સ વાન(108 emergency ambulance) ડૉકટર સહિત પીએમપી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. દર્દીઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા (108 citizen mobile app )હોસ્પિટલ પહોંચાડીને કે સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 2101 કોવિડના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આમ વર્ષ દરમિયાન 4257 દર્દીઓને નવજીવન બક્ષ્યુ છે..
Published : Jan 6, 2022, 1:35 PM IST
આણંદઃ રાજ્યમાં લોકોને પડતી આકસ્મીક ગંભીર કે સામાન્ય તકલીફ જેવી કે(108 Emergency Ambulance) અકસ્માત કે કોરોના કાળ સમયે સંક્રમિત દર્દીઓ અથવા તો આકસ્મીક ઇજાગ્રસ્ત અને બિમાર વ્યક્તિઓ ને તાત્કાલિક સારવાર પુરી પાડતી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે. કોરોના કાળમાં જન આશીર્વાદ પ્રાપ્ત કરનારી આ સરકારી સેવાના પ્રતિનિધી ડૉક્ટર્સ (108 citizen mobile app )અને સ્ટાફ અનેક જિંદગી રોજેરોજ બચાવી રહ્યા છે.
એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડી સારવાર આપવામાં આવી
આણંદ જિલ્લામાં 17 થી વધુ 108 એમ્બ્યુલન્સ વાન ડૉકટર સહિત પીએમપી કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. જો કે ગત વર્ષે કોરોનાને કારણે લોકોમાં ગભરામણ, હાઈબીપી, લોબીપી વગેરેના કેસો વધુ જોવા મળ્યા હતા. જેના કારણે વર્ષ દરમિયાન 26 હજારથી વધુ દર્દીઓને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડીને કે સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 2101 કોવિડના દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારબાદ હાઈબીપી સહિત લો બીપી વગેરે મળીને 4 હજારથી વધુ દર્દીઓ હોસ્પીટલ પહોંચાડ્યા છે. આમ વર્ષ દરમિયાન 4257 દર્દીઓને નવજીવન બક્ષ્યુ છે જેઓને તાત્કાલિક સારવાર મળી જતા સારું થયું હતું.
આ પણ વાંચોઃ Invest in Digital Gold: ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે કે નહીં, નિષ્ણાતો શું કહે છે, જુઓ
ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય
રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સનો 29 ઓગસ્ટ, 2007થી 108નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. હાલ રાજ્યના 6 કરોડ નાગરિકો અને 257 તાલુકાઓના 18 હજાર કરતાં વધુ ગામોમાં આ સેવાનો લાભ પહોંચી રહ્યો છે. આણંદ જિલ્લામાં 108ની સેવા દરેક તાલુકા મથકે જોવા મળી રહી છે. આણંદ શહેરમાં ટાઉન હોલ, વિદ્યાનગર રોડ ઉપર તેમજ મંગળપુરા વિસ્તારમાં પણ 108ની જુદી જુદી ટીમો કાર્યરત રહે છે.
17 થી વધુ ટીમો કામ કરી રહી
હાલમાં જિલ્લામાં 17 થી વધુ ટીમો કામ કરી રહી છે. જેમાં એક વર્ષ દરમિયાન 108 દ્વારા 26422 દર્દીઓને હોસ્પિટલમાંથી સ્થળ પર સારવાર આપવામાં આવી છે. જેમાં ગર્ભવતી સ્ત્રીઓને સારવાર તથા હોસ્પિટલમાં સૌથી વધુ પહોંચાડી છે. 10713 પ્રેગ્નેસી રીલેટેડ કેસના નિવારણ કર્યા છે. જ્યારે કોરોનાને કારણે ગત એપ્રિલ મે માસ 108 ની ટીમો ચોવીસેય કલાક સતત દોડતી જાેવા મળી હતી અને 2101 દર્દીઓને સારવાર હેઠળ હોસ્પિલમાં પહોંચાડ્યા હતા. આ ઉપરાંત હાઈફીવરના 393 સહિત જુદા જુદા દર્દોના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડી સુંદર કામગીરી કરી હતી. જેમાંથી ગંભીર જણાતા 4257 દર્દીઓને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડીને તુરંત સારવાર અપાતા તેઓને નવજીવન મળ્યું હતું. આમ એક વર્ષ દરમિયાન કોરોના કાળમાં 108 ની ટીમે કરેલી કામગીરી સૌએ બિરદાવી છે.
આ પણ વાંચોઃ Corona cases in Gujarat: સંત સંમેલન બન્યું સુપર સ્પ્રેડર, ધર્માંચાર્ય કાર્યક્રમ બાદ 40થી વધુ લોકો કોરોના સંક્રમિત
For All Latest Updates
Quick Links / Policies
- PRIVACY POLICY
- CODE OF ETHICS
- TERMS & CONDITIONS
Please write to us, for media partnership and Ad-sales inquiries. Email: [email protected]
સપ્તકનો 'સંગીત સંકલ્પ' સમારોહ: 70થી વધુ સંગીતના માર્તંડ અને નવા સંગીતકારોની સંગીત સાધના
માત્ર 5 બોલમાં વિપક્ષી ટીમે જીતી લીધી મેચ, વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં t20i ઈતિહાસનો સૌથી નાનો સ્કોર… - lowest total in t20 history, રુવાંટા ઊભા કરી દે તેવી ઘટના: દિલ્હીમાં ચાર પુત્રી સાથે પિતાએ કરી આત્મહત્યા, કારણ જાણીને ચોંકી જશો... - 5 family members suicide in delhi, આતંકી સંગઠન "જૈશ-એ-મોહમ્મદ"ની યોજના નિષ્ફળ : 6 સભ્યોની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્ત - terror module busted in awantipora.
Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
IMAGES
VIDEO